જબરૂ આ તો...સાસુ જમાઈના ભાઈ સાથે ભાગી ગઈ, પુત્રી બની જેઠાણી, કિસ્સો જાણી ચક્કર ખાઈ જશો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh ) ના શ્રાવસ્તી જિલ્લાના બિનગા પોલીસસ્ટેશનની હદમાં આવેલા વીરપુર ગામમાં એક યુવક તેના ભાઈની સાસુને ભગાડી ગયો. કુટુંબીજનોએ વિરોધ કર્યો તો જમાઈએ ફોન કરીને પોલીસને ઘરે બોલાવી લીધી. પોલીસે માંડ માંડ સમજાવીને મામલો થાળે પાડ્યો. જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આવી નથી. 
જબરૂ આ તો...સાસુ જમાઈના ભાઈ સાથે ભાગી ગઈ, પુત્રી બની જેઠાણી, કિસ્સો જાણી ચક્કર ખાઈ જશો

શ્રાવસ્તી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh ) ના શ્રાવસ્તી જિલ્લાના બિનગા પોલીસસ્ટેશનની હદમાં આવેલા વીરપુર ગામમાં એક યુવક તેના ભાઈની સાસુને ભગાડી ગયો. કુટુંબીજનોએ વિરોધ કર્યો તો જમાઈએ ફોન કરીને પોલીસને ઘરે બોલાવી લીધી. પોલીસે માંડ માંડ સમજાવીને મામલો થાળે પાડ્યો. જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આવી નથી. 

મળતી માહિતી મુજબ વિજયકુમારના પુત્ર નનકુબાબા તેના મોટા ભાઈની સાસુને મલખનવા ગામથી ભગાડીને લઈ આવ્યો. સાસુ પણ જમાઈ સાથે સહમતીથી આવી ગઈ. પરિવારવાળાને જાણ થતા તો મોટો હાહાકાર મચી ગયો. ડરેલા જમાઈ વિજયે ફોન કરીને પોલીસને બોલાવી લીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો આ મામલો જાણીને સ્તબ્ધ થઈ ગઈ. મારપીટ ન કરવાની ચેતવણી આપીને પોલીસ પાછી ફરી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ગામમાં આ ઘટનાને લઈને ખુબ ચર્ચાઓ છે. પુત્રી તેની જ માતાની જેઠાણી બની ગઈ છે. ઘરવાળા આ સંબંધને કોઈ પણ  ભોગે સ્વીકારવા તૈયાર નથી. ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે. ભિનગા પ્રભારી દદન સિંહે જણાવ્યું કે આ પ્રકરણની તેમને જાણકારી નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ બંને પુખ્તવયના છે. સહમતિથી રહવાની છૂટ તો કાયદો પણ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news